Tuesday, 6 September 2016

ગઝલ

"શબ્દો માં પ્રેમ"

સાદગી તારા ચહેરાની બધે વખણાય છે...
સ્મિત માટે શું લખું શબ્દ પણ હરખાય છે...

જ્યારથી આવી ગઇ લાલાશ તારા હોઠમાં...
ત્યારથી જાણે કળીઓ બાગમાં કરમાય છે...

ચાંદ જેવું મૂખડું ને આ તારલા જેવા નયન...
રાતની કાળાશ તો ઝુલ્ફો થકી ફેલાય છે...

શ્વાસ સાથે ચાલતી તારી નિરંતર આપલે...
જો હદય ની ધાકમાં પણ જીંદગી ખોવાય છે...

છે નજાકત આપના સ્વભાવમાં હાજર ઘણી...
એજ કારણથી અહીં વાતાવરણ સચવાય છે...

હાથની શોભા વધી છે રંગ ઘેરા લાલથી...
"પ્રેમ" તુજને પણ વધુ છે મ્હેંદીમાં દેખાય છે...

ચાલથી લાગે નદી કોઈ વહે છે "પ્રેમ" ની...
તાલ પાયલના બધાનું ધ્યાન ખેંચી જાય છે...

  -"પ્રેમ"
વિ. એ. ચૌહાણ
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)

No comments:

Post a Comment