Tuesday, 20 September 2016

અછાંદસ

એક ગાંડાનો બફાટ

પૂંછડી...... કૂતરાંની પૂંછડી,
પૂંછડી કૂતરાંને હલાવે કે નહીં ?
હલ્લાવે........ હલ્લાવે .....
સાડીસાતવાર હલ્લાવે,
જો જમીનની ફળદ્રુપતા સારી હોય;
અને પૂંછડીની ગુણવત્તા સારી હોય
તો
પૂંછડી કૂતરાને હલ્લા.......વે
પણ 
એમાં હું કે તમે
શું કરી શકવાના હતાં હેં ???
એ પ્રશ્ન તો પૂંછડી અને કૂતરાનો છે.
આપણો પ્રશ્ન તો છે -
કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી; તે સીધી થાય ????
લે,
હુંય ગાંડો થઈ ગ્યો કે શું !!
હું કે તમે પણ સીધા નથી થતાં
તો 
પૂંછડી શાની થાય .........!!!! ????

- મુકેશ દવે

No comments:

Post a Comment