Tuesday, 20 September 2016

ગઝલ

સ્વપ્ન ભીનું થૈ સરકતું ટેરવાંનાં સ્પર્શથી ,
ઝાંકળે આખું પલળતું ટેરવાંનાં સ્પર્શથી....

રાત આખી છેડતાં જો તાર એ સંગીતનાં,
મારું ઝાંઝરિયું ઝણકતું ટેરવાંનાં સ્પર્શથી...

આખું નભ ઝૂકી રહ્યુ છે પૂર્ણિમાની રાતમાં,
શ્વેત તારલિયું ચમકતું ટેરવાંનાં સ્પર્શથી...

ને અધરની યૂગ્મ જોડીનું મિલન ગરમાવતું,
લાલ ફુલડૂ જો ઉપસતું ટેરવાંનાં સ્પર્શથી..

તર્ક છે કે તીર,સમજાતું નથી હું શું કરું?
મારુ પારેવું ફફડતું ટેરવાંનાં સ્પર્શથી...

પૂર્ણિમા ભટ્ટ "તૃષા".

No comments:

Post a Comment