તારા ઘરની બહાર ઊભો છું,
સાત સમંદર પાર ઊભો છું !
હળવા ફૂલ થવાનું આવ્યું,
જ્યાં છું ભારોભાર ઊભો છું !
મારા હાથની વાત નથી કંઈ,
તે વાતે લાચાર ઊભો છું !
હમણાં નામ પૂકારે મારું,
એ આશે તૈયાર ઊભો છું!
તારા ઘરની બહાર ઊભો છું,
જાણે દશમે દ્વાર ઊભો છું !
- ભરત વિંઝુડા
No comments:
Post a Comment