અબળા
એના દેહને
ચિતા પર અગ્નિદાહ દેવા મુકાશે
ત્યારે વ્યથિત અગ્નિ ચીસ પાડી ઊઠશે
અર! આને હું શૂં બાળું ?
આ તો પહેલેથી જ બળી ચુકેલ છે
અથવા તેના દેહને દ્ફ્નાવવા
એકાદ ખાડામાં ઉતારવામાં આવશે ત્યારે
ચિચિયારી પાડતી ધૂળ ઊડી જતાં કહેતી જશે
અરે! આને હું શું દફનાવું ?
આ તો અહીં આવતાં પહેલાં જ
કયારની ધૂળ થઈ ગઇ હતી
કે પછી
તેના દેહને
ગીધડાં સામે ખુલ્લો મૂકી દેવાશે ત્યારે
અત્યાચાર, અન્યાય અને લાચારી તળૅ
ચુંથાઇ ગયેલા દેહને જોઇ
આક્રોશ વ્યકત કરતી ગીધડાંની આંખ
પૂછી બેસશે એક પ્રશ્ર
કે
જે દીકરી, બહેન, પત્ની અને માતાનો
દરજજો ભોગવતી હતી તે
શું કયારેય
સ્ત્રીની જેમ જિંદગી જીવી શકી છે ખરી ?
પ્રીતમ લખલાણી...
No comments:
Post a Comment