Sunday, 11 September 2016

ગઝલ

ખોટે ખોટાં પારણાનો અર્થ શો ?
બંધ છે એ બારણાનો અર્થ શો ?

કૈ ભરીને આવવાનું જો હતું
સાવ આ ખાલીપણાનો અર્થ શો ?

રીત ભાતો સાવ નોખી છે અહીં
આપણી આ ધારણાનો અર્થ શો ?

ને થયા ખાલી બધા રસ્તા અહીં
એ છતાં ભારેપણાનો અર્થ  શો ?
           
છોડ માયા આ બધી હળવે હવે
છીંછરા બુધ્ધપણાનો અર્થ શો  ?
   
લે હવે તો બોલ સાચું  આશરે
સત્યવાદી , સુપણાનો અર્થ શો ?
          
ને પછી  શરણાગતિ જો ના મળે
આપણા  રાવણપણાનો અર્થ શો ?
       
છેક સુધી  સાચવી રાખી હવે
દાટેલી એ થાપણોનો અર્થ શો ?

ને થયા ખાલી બધા રસ્તા અહીં
એ છતાં ભારેપણાનો અર્થ  શો ?

                આકાશ

No comments:

Post a Comment