ના ખુલે એ બારણાંનો અર્થ શો?
સાવ ઠંડા તાપણાનો અર્થ શો?
દિલ લગાવીને કરો તો અર્થ છે,
સો પ્રયત્નો વાંઝણાનો અર્થ શો?
ના કદી પૂરી થશે જો ઝંખ્યા છતાં!
તો પછી એ ધારણાનો અર્થ શો?
કામ ના લાગે કદી હોવા છતાં,
દોસ્ત, એવાં આપણાંનો અર્થ શો?
ના મનાવે પ્રેમથી જો એ તને,
એવાં એ રીસામણાંનો અર્થ શો ?
ના હશે સદભાવ તો મનમાં અગર,
ઠાલા એ ઓવારણાનો અર્થ શો?
માત્ર મળવાની વ્યથા, ના બીજું કંઈ!
તારાં એ સંભારણાંનો અર્થ શો?
-હેમંત મદ્રાસી
No comments:
Post a Comment