Wednesday, 7 September 2016

ગઝલ

કયાં કરવા હતા આ તાંડવ બધાં,
કયાં ગમતા હતા આ તાંડવ બધાં.

રજડ્યાં ના કરે જો જે દર્દ આ,
ઢાંકીને હવે,જખ્મો જાળવ બધાં.

કળિયુગમાં હશે ભ્રમણા આ બધી,
ના રે થાય,રાજા રાઘવ બધાં.

મટુકી ફોડ,વૃન્દાવન જઈ સખા,
માખણ ખાઇ થઈશું જાદવ બધાં.

તેંડુલકર,ભગત,ગાંધી ને લતા,
ભારતનાં હતા,આ ગૌરવ બધાં.

રડશે જો સખી,તારી યાદમાં,
ભીંજાશે 'ફિઝા'ત્યાં પાલવ બધાં.

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment