Wednesday, 28 September 2016

ગઝલ

હતો....

લિપી અે મારી કોઇ દી  કળી ન શક્યા,
બાકી  વર્ષોથી નકશો  ભીંત પર હતો.

પડઘા બધાય મને રોજ પાછા મળ્યા,
પરવત પણ જોને કેટલો નક્કર હતો?

દુઆ કે દવા કદી કામ નહીં લાગે,
વરસોથી રોગ અેમના નામનો હતો.

કાગળ જો વાંચયા વગરના રહી ગયા,
આંસુના જાળાનો આખમાં ભાર હતો.

વૈદ્યરાજ પણ જખમ રુઝવી ન શકયા,
"મધુકર"   છેલ્લો વાર ગજબનો હતો.

      પિયુષ મકવાણા...(મધુકર)

No comments:

Post a Comment