Wednesday, 28 September 2016

ગઝલ

આપ અથવા આપની જો યાદ તડપાવે નહિ,
તો પછી આ જિંદગાનીમાં મજા આવે નહિ.

મેં કહ્યું નરમાશથી મારું હૃદય લેશો ભલા,
ગર્વથી એણે કહ્યું ના કોઈ પણ ભાવે નહિ.

કોઈનો દેખાવ સારો હોય પણ વિશ્વાસ શું?
માનવી તો વર્તને વર્તાય દેખાવે નહિ.

આંખના એક જ ઈશારે આવી પડશે પગ ઉપર,
આપ કાં કો છો કે હૈયું હાથમાં આવે નહિ.

પ્રેમભિની આંખડી પથરાઈ રહી છે માર્ગમાં,
તે ભલેને જીભથી શયદાને બોલાવે નહિ.

- શયદા

No comments:

Post a Comment