Wednesday, 28 September 2016

ગઝલ

બાપના મરણ પછી શરણ શોધવા પડે આંખથી ફોરુ,
ગણો ગમે તેવા તોય અમે ખાડા ખાબોચિયાના છોરુ.
ગામને ગોંદરે કરીએ ઊજાણી રસ્તા થકી થઇએ ધુળધાણી.
માટી થકી માની હુંફ માણીએ
પાધરે પીપળાને બાપ જાણીએ.
આંસુમાં નોખા અનોખા લૂખા
અણજાણ્યા ચિતરામણ દોરુ,
બાપના મરણ પછી શરણ શોધવા પડે આંખથી ફોરુ.
પકવીએ ગમેતેટલૂં તોય ધાન
ઘરનો ખુણો ખાલીને ખાલી,
નાવા નીચોવાનો સંબંધ વાળી ખેતરની માટી મા જેટલી વાલી
પરસેવાથી પતર રોજ કોરુ
શરણ શોધવા પડે આંખથી ફોરુ.
મુકેશ કાનાણી !!નાકામ!!

No comments:

Post a Comment