Wednesday, 28 September 2016

ગઝલ

એના વિશેની અવઢવ ; શંકા ફળી રહી છે,
અમને હતી જે ખુદમાં શ્રદ્ધા વધી રહી છે.

થોડી જ વારે ઊગી નીકળશે ખાલીપો પણ,
વાવીને રાત નમણાં શમણાં,ઢળી રહી છે.

અથવામાં લાવશો ના અમૃતને આપ વચ્ચે,
હમણાં શરાબ બાબત ચર્ચા થઈ રહી છે.

હાંફે છે જેવી રીતે હરણાં તરસને લઈને,
અમને'ય એક એવી ભ્રમણા છળી રહી છે.

આવીને એને જીવન આપી શકો તો આપો,
કે જિંદગીની છેલ્લી ઈચ્છા મરી રહી છે.

જિગર ફરાદીવાલા

No comments:

Post a Comment