છેલ્લા શબદે છેલ્લી તાલી,
હવે બધું લો ખાલી ખાલી !
એ ક્ષણ તો ઊડીને આવી ,
આ ક્ષણ પ્હોંચી ચાલી, ચાલી !
એક ઘૂંટડે પૂરું કરી દ્યો,
ક્યાં લગ પીવું પ્યાલી પ્યાલી !
મૂળે તો રહેવું મૂળ માંહીં,
વેલ વળૂંભી ફૂલી, ફાલી!
ખબર બધી યે જાય ઊખડતી,
ગાંઠ ગઠી જે ઠાલી ઠાલી!
રાજેન્દ્ર શુક્લ
No comments:
Post a Comment