Monday, 19 September 2016

ગઝલ

નાચે શિક્ષકના ઇશારે બાળકો,
બે ખભે ભણતર ઉપાડે બાળકો.

હાથમાં મોબાઈલો ને ટેબ્લેટ,
પોતે પોતાને રમાડે બાળકો.

વિઘ્ન આવે તે છતાં હારે નહીં, 
જંગ લડતા શીખવાડે બાળકો.

આજ આવ્યો યુગ નવો હરિફાઈનો
તોય ખેલદિલી બતાવે બાળકો.

ત્યાં અમીરી કે ગરીબી, ભેદ નૈ,
રોજ યુનિફોર્મમાં આવે બાળકો.

જન્મથી એ સાવ કોરી સ્લેટ છે,
જે જુવે તે દોરી લાવે બાળકો.

કેવું સુંદર દૃશ્ય જાણે પ્રેમનું,
હાથ પકડી સાથ નાચે બાળકો.

..પ્રશાંત સોમાણી

No comments:

Post a Comment