હવાનો હાથ ઝાલીને
રખડતાં આવડી ગ્યું છે,
મને ખુશબૂની દુખતી રગ
પકડતાં આવડી ગ્યું છે.
બધા ખમતીધરો વચ્ચે
અમારી નોંધ લેવાશે,
ભરી મહેફિલમાં સૌની નજરે
ચડતાં આવડી ગ્યું છે !
હવે આનાથી નાજુક સ્પર્શ
બીજો હોય પણ ક્યાંથી ?
મને પાણીના પરપોટાને
અડતાં આવડી ગ્યું છે !
હવે તો નાગને પણ
ઝેર ખાવાનો વખત આવ્યો,
મદારીને હવે માણસ
પકડતાં આવડી ગ્યું છે !
"ખલીલ", અશ્રુ હવે
મારા ગણાશે હર્ષનાં અશ્રુ,
મને પણ હોઠ મલકાવીને
રડતાં આવડી ગ્યું છે !
ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment