. ગીત
સખી મારો સાયબો કેમ ના દેખાયો?
આકાશે આ અષાઢી મેઘ જો આયો,
શીયાળો ઉનાળો તો કાઢ્યાં સખી મેં,
આ ચોમાસું કેમ કરી કાઢવું ?
ખાલિપાંનાં ઢોલિયે બેસીને થાકી,
ઝુરાપાનું ઘાસ મારે કેમ કરી વાઢવું ?
જીવ મારો થયો છે મળવાં રઘવાયો,
સખી મારો સાયબો કેમ ના દેખાયો?
અરીસા સામે જ્યાં નજર કરું તો ,
કાપડાની કસ જાય છે તૂટી,
ફાટ ફાટ જોબન દેખાડવું કોને?
નસીબે વિરહની વેદનાં છે ઘૂંટી ,
પરદેશ જઈને રોયો ભલેને પંકાયો.
સખી મારો સાયબો કેમ ના દેખાયો?
શેરીએ નીકળું હું ઘૂંઘટ તાણીને ,
રોયાં જુવાનિયા મારે છે સીટી,
એકલતાંમાં ઉંબરો ઓળગ્યો નથી,
હું તો ચાલું છું હજી સીધી લીટી,
કારી ના ફાવતાં બદનામીનો ઢોલ વગડાવ્યો.
સખી મારો સાયબો કેમ ના દેખાયો?
'નિરાશ' અલગોતર રતન
No comments:
Post a Comment