Tuesday, 20 September 2016

ગીત

ગઝલ....- મુકેશ દવે
***********************
સંબંધ એવો પીઠીમાં ઘૂંટ્યો હતો,
કે રંગ એનો ક્યારે ન છૂટ્યો હતો.

કૂંપળ અહીં ફૂટી ડાળને એમજ,
ને ઠાઠ વૃક્ષોનો તોરણે ઝૂલ્યો હતો.

એ છેક સાથે આવ્યાં હતા મંઝિલે,
મેં તો અમસ્તો માર્ગ જ પૂછ્યો હતો.

સહવાસ મળ્યો તો જિંદગીમાં એનો,
દૂર્ગમ આ રસ્તો એમ ખૂટ્યો હતો.

અમસ્તું નથી પૂજન થતું એમનું,
ઇતિહાસ થૈ ખાંભીમાં એ ખૂંપ્યો હતો.

-----મુકેશ દવે

No comments:

Post a Comment