Tuesday, 20 September 2016

ગઝલ

ખામોશીમાં ખાસ્સું કહીને શું કરવા મદહોશ કરે છે.
નીતરતામાં મૌન વહીને શું કરવા મદહોશ કરે છે.

ઘેન હતું તે ચોરી લેધું, કૈં રીતે હું આંખો ખોલું ?
અંધારામાં ચાંદ ગ્રહીને  શું કરવા મદહોશ કરે છે.

દુધ ઘડામાં દ્રાવણ દઇને ધીમે ધીમે ઘટ્ટ કરે છે.
બાદ વલોવી નાખી દહીંને શું કરવા મદહોશ કરે છે.

પ્રથમ મને ખુલાસો એક જ વાતનો તારે કરવો પડશે
“હા” જ નથી તો રોજ “નહીં” ને શું કરવા મદહોશ કરે છે.

મત્લામાં  જે  કહ્યું  એનું એ જ કહું છુ મક્તામાં હું
આ રીતે ચૂપચાપ રહીને શું કરવા મદહોશ કરે છે.

            --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment