ઓમકાર અનાદિ ઓ પ્યારા પ્રભુ, તારી સૃષ્ટિ નવા નિત સાજ ધરે
દેખી રચના તારી આ બાળ તારો
નત મસ્તક થઇને પ્રણામ કરે
લાખ નદીઓ આવીને નીર રેળે
નવ સાગરની કદી પ્યાસ બુજે
સાત સાગર ગરજે એકધારા જાણે વાદળથી મોજા નીર ભરે
મેરુ મલય હીમ શૃગાર ધર્યા
મળે રણમાં ઝાંઝવા જળ ભર્યા
કયાંક વન વિકટ અંધાર ભર્યા
કયાંક ઓઢણી લીલી મા ભોમ ઓઢે
મૌન ૠષિ જેવા તરુવર શોભે
જાણે જોગી જટા વાળો ધ્યાન ધરે
એના છાયે સદાવૃત નિત ચાલે
ફળ ફૂલથી પ્રાણીઓ પેટ ભરે
કોણ આવીને મૂળમાં જળ સિંચે
વિણ વારિ વૃક્ષોમાં વસંત ખીલે
કોઇ મેઘ ધનુષ્યના રંગ લઇ
ગુલમોર કેશુડામા રંગ ભરે
મેઘ શ્યામ મલકતો આભ મહીં
વીજ ગાજથી ધ્રુજતી માત મહી
મોર કોયલ ચાતક પપીહારા
એના સ્વાગતમાં ટહુકાર કરે
એક કણના કણ અનેક બને
નાના બીજમાંથી વટ વૃક્ષ બને
નિત નવી નકોર પ્રભાત ફુટે
દિન રાત મધ્યે શુધ્ધ શંધ્યા ખીલે
રોજ સવારે આભથી અમી ઝરે
ભક્ત સંત શૂરા કોઇ સ્નાન કરે
અંગે અંગમાં પૂર્ણ આનંદ ભરી
'આંબાલાલ'અમીરસ પાન કરે
Tuesday, 20 September 2016
ભાવગીત
Labels:
કવિ આંબાલાલ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment