Monday, 19 September 2016

ગઝલ

પરવા નથી

જમાનો ફાવે ને માફ ના કરે પરવા નથી,
મુસીબતમાં કોઈ હાથના ધરે પરવા નથી.

હમેશા મારી મરજી મુજબ ફર્યો કારણ વગર,
સફળતામાં જો! આખો રસ્તો ફરે પરવા નથી.

ઘડીભર માનીલો કે નિર્દોષતા પાગલ હશે,
જમાનો બાંધે ગાંડોગણી ઘરે પરવા નથી.

કબરમાં મળવાનો વાયદો કરી ચાલ્યા ગયા,
અગર યાદે કાયમ લાશેએ ઝુરે પરવા નથી.

બધા કાવ્યોમાં મેં આપની જ વાતો છો! કરી,
ગઝલ લખવા માટે જાત કરગરે પરવા નથી.

ઘણી વેળા યાદોમાં તમે રડ્યા ચારે તરફ,
ગળામાં કોરો નાકામ લ્યો ફરે પરવા નથી.

મુકેશ કાનાણી

No comments:

Post a Comment