Friday, 16 September 2016

ગઝલ

ઘરમાં બચ્યો'તો હું અને ખુરશી બચી હતી
બંનેએ મન ભરી પછી વાતો કરી હતી

ખળખળ અવાજ આજ પણ આવે છે સ્વપ્નમાં
સૈકાઓ પ્‍હેલાં ઊંઘ જાણે કે નદી હતી

આગળિયો કાનને તમે અંદરથી દઈ દીધો
ખખડાવી, થાકી વાત સૌ પાછી જતી હતી

આખો દિવસ બધાની ત્યાં આંખો ઊડ્યા કરે
સામેના ઘરમાં કંઈ ગજબની બાલ્કની હતી

કાંસાની વાડકી લઈ પગમાં ઘસ્યું ગુલાબ
સુંદર નિહાળવા મને દ્રષ્ટિ મળી હતી

- કુલદીપ કારિયા

In house were left, only a chair and I
(Then) we talked and talked to heart's content

In dream I still hear a flowing sound
As if sleep were a river centuries ago

You locked your ear from far within
All whispers of love knocked in vain

Every glance kept fluttering just there
What amazing balcony that house had!

With bronze I rubbed a rose to my feet
I claimed the sight to see beautiful

- Kuldeep Karia
Translated by Chintan Shelat

No comments:

Post a Comment