નખરાળી છોડીને
આંખોથી ચૂમી,
તો ઝાડની ડાળી
હળવેથી જૂમી.
ઊઘાડ થયો
રોમરોમ પાનમાં,
હોઠ પર આંગળીઓ
ટેરવાથી ઘૂમી.
ભીંતે ચીતરેલ
મોર ગહેકયો,
છાતી ઘેઘૂર થઈ
અનૂરાગથી રૂમી.
ખાલી ખેતરના
સુનાયે ખૂણામાં,
ઓણસાલ અણઘડ
વાદળી જળુમી.
આઠેય અંગ એવા
ઉઘડ્યા છોકરીનાં,
ચોક વચાળે
સોરથી કરી બૂમાબુમી.
આખો અવતાર
ઓળઘોળ થયો,
છોકરી હાથવેંતમાં
ગઇ હવે ગુમી.
મૂકેશ કાનાણી
No comments:
Post a Comment