પાપણના પલકારે બેઠેલી છોકરી
આંખોના હલકારે જાય.
પવન બીચારો કઈ બાજુ વાય.
ઝાડની જમાત બધી ભેગી થઇ
વાડથી વેલીઓ ઉતરી ગઈ
ફૂલોએ ખોલી એની બંધ આંખો
પંખીએ પસવારી જોઈ પાંખો
વડની વડવાયે બાંધે હીચકો
પરકુતી ઊભીઊભી
જોલા ખાય.
પવન બીચારો કઈ બાજુ વાય.
મંદીરની ધજા અકારણ અટકી
ગામ આખાની નજરે ખટકી
છોકરાએ આંખનો કેમેરો
કર્યો બંધ,
ફ્લોપીમાં કરી દીધી અકબંધ
પાપણને સંકોરી સાનમાં પછી
રસ્તાઓ સુમસામ થાય.
પવન બીચારો કઇ બાજુ વાય
મૂકેસ કાનાણી.
No comments:
Post a Comment