Sunday, 18 September 2016

ગઝલ

'જળ'  ઉપર એક ગઝલ.

બુંદના પાલવને પકડી લાવજે તું જળ ભરી.
આભનાં વાદળને અડકી લાવજે તું જળ ભરી.

ઝાંઝવાનાં જળ મને મુંઝવી રહ્યા આખો ઘડી,
ઝાકળોનાં દળને જકડી લાવજે તું જળ ભરી.

આ ધરાના સ્તન હવે સુકાઈ ગ્યા છે રામજી,
દૂધ લીલેરા હા, ખડકી લાવજે તું જળ ભરી.

એક લીલા પાનમાં છે કેટલા સૂરજ ઢલ્યા!
મૂળ એના જાય ખખડી લાવજે તું જળ ભરી.

મેઘનો મલ્હાર ગાવો છે જરા અઘરો અહીં,
રાગ કેદારામાં પલળી લાવજે તું જળ ભરી.

જળ નથી જીવન નથી એ વાતને તું જાણતો,
જીવ માટે જા તુ દદડી લાવજે તું જળ ભરી...
    
         પારુલ બારોટ.

No comments:

Post a Comment