Friday, 21 October 2016

ગઝલ

સુકાં ભેગું લીલું બળશે,
અંધ બધા અંધારે ભળશે,

દુર્યોધનની ધ્રૂતસભા છે,
બોલ,શકુનિ! કોને છળશે!

આતમ કાં મેલો જૂગટામાં ?
અડધા વસ્ત્રે એ ટળવળશે.

જીવડો સાતે કોઠા ગોખી,
અંતે નીંદર બાજુ ઢળશે.

આંખોના પાટાં છોડોને!
બધા યુદ્ધ પળભરમાં ટળશે.

બાણપથારી તુંય સહી જો,
સામે ચાલી ઈશ્વર મળશે.

મુકી વાંસળી,લીધું સુદર્શન.
કોણ તમારી પીડા કળશે?

હાડ હિમાળે જઇને ગાળ્યું
હુંપદ કંઇ થોડું ઓગળશે?

                    હર્ષા દવે
                     

No comments:

Post a Comment