ગઝલ
એક ઈચ્છાવાન જોયા સાત દરિયા
ચોક મૂકીને વળોટ્યા સાત દરિયા
એક મોતી ડૂબકીએ છીપ ઝીલી
ઘાત વેઠીને રજોવ્યા સાત દરિયા
સાત દરિયાનેય પી ગઈ સામટા લે !
ને પછી પળપળ નિચોવ્યા સાત દરિયા
સાત રંગના સાથનો પણ થાક લાગ્યો
બીજું તો શું હોય,શોધ્યા સાત દરિયા
જાળમાંની માછલી પણ બેખબર છે
કોણ જાણે, કેમ રોયા સાત દરિયા
ટેસથી પીતી કટોરે વિષના પ્યાલા
વાંસળીના સૂર પોંખ્યા સાત દરિયા
આજ ભગવો ઓઢવા જો, આાંગણામાં
સૂર્યનું સ્વાગતને મોહ્યા સાત દરિયા
~~ રાજુલ
No comments:
Post a Comment