Friday, 21 October 2016

ગઝલ


બચપનની યાદ 

અમે જોયુ બચપન હર બગીચે જ અહીં  રમતું
લખોટી,દડુલે ઝૂમતુ ,મેદાન મહી રમતું

મહેકે ગુલ જેવું  ચમને   મારુ જ બાળપણ,
થઈ બાળ લપસણી પર છે આજ ફરી રમતું

પત્તા ,છાપ ,સતોડીયુ, પક્કડદોક, બની સતત ;
મહૌલ્લા પણ માથે લય  આઝાદ બની રમતું.

ઉલ્લાસે હર ખૂણે રમતું રે.. મુજ બાળપણ,
મમ્મી આંખ મહી તુજ ;   બચપન હજુ અહીં રમતું

પિતા વ્હાલ  કરી પ્રેમ સરોવર છલકાવે જ;
હવે તો બસ 'સંદીપ' તણી  યાદ  બની રમતું.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment