Friday, 21 October 2016

મત્લા ગઝલ

મત્લા ગઝલ

હાર્દ  જીવનનું  તને  ક્યારેક  જડવું  જોઈએ
ભાવ  ભીંજવતું  કવન  તારે  જ  કરવું  જોઈએ

શબ્દની  આરાધનામાં  દિલ  પ્રગટવું  જોઈએ
ગઝલ  આવાહન  કરે  તો  શિશ  નમવું  જોઈએ

શારદા  કિરપા  કરે  સર્જન  અનેરું  જોઈને
સંયમી  લાઘવસજ્યું  ને  સાર્થ  કરવું  જોઈએ

લાગણી  દુભાય  તો  ભીતર  ઉઘડવું  જોઈએ
હામનું  જંતર  બજાવીને  રણકવું  જોઈએ

ઝાંઝવા  છળતાં  ભલે  ચાતક  શું  જીવવું  જોઈએ
પ્યાસ  પૂરી  ના  બુઝે  એવું  વરસવું  જોઈએ
                             
                                      માધવી  ભટ્ટ

No comments:

Post a Comment