Friday, 21 October 2016

ગઝલ


શ્રીકાર પ્રેમ

" હ્રદયપૂર્વક આવકાર કર્યો છે,
  લાગણીભીનો ટહુકાર કર્યો છે..

  આવો હૈયે વસીને રહો હવે તમે,
  પ્રેમેથી અમે એ પોકાર કર્યો છે..

  કમાડ દીલના ખૂલ્લા રાખ્યા છે,
  જાહેરમાં જુઓ એકરાર કર્યો છે..

  જોયું હતું બસ આંખોમાં એ દ્રશ્ય,
  ત્યારથી જ એનો સ્વિકાર કર્યો છે..

  ભલે રહ્યો ખાલી ને પોકળ 'જનાબ',
  પ્રેમ હ્રદયથી બસ શ્રીકાર કર્યો છે.. "

- વિક્રમ સોલંકી 'જનાબ'

No comments:

Post a Comment