Friday, 21 October 2016

વિજેતા ગઝલ ( તૃતીય નંબર)

"ગલ ગુજરાતી  '
ગૃપમાં ગજલ સ્પર્ધામાં  તૃતીય  સ્થાન પ્રાપ્ત
.
પ્રેમની એકાદ પળ લૈ આવ  તું !
લાગણી  ભીની  સકળ લૈ  આવ  તું  !

પૂછ ના  કે પ્રેમ  શાને  થાય છે,
ચાહનું  કારણ  સબળ  લૈ આવ તું  !

છે  અમારી  જિંદગી  ધખતી  ધરા,
છલકતું  હૈયું  સજળ  લૈ  આવ  તું  !

પ્રેમથી   લીધી  ફકીરી  પ્રેમની,
   પ્રેમનાં   ગીતો  સરળ લૈ આવ  તું  !

જિંદગી  ઉપવન  અને  રણ  બેય છે,
ઊરમાં  શ્રધ્ધા  અચળ લૈ  આવ  તું  !

'દાજી"

No comments:

Post a Comment