હા...
મારામાં છે રામ અને રાવણ બંને
હું મનુષ્ય અવતાર રૂપે છું
સર્વવ્યાપી છું
મારા અસ્તિત્વને વેતરું છું
અંતને આરંભની રેખામાં એક
અવિરત બળ લઈને
ઈચ્છાઓમાં ઘેરાઈ જાઉં છું
સુખમાં તડપનો એહસાસ
દુઃખમાં જીવાય જાય
રૂપાંતર થાઉં છું
સ્થળાંતર થાય ઉર્જાઓની
ક્યારેક સકારાત્મક
હારું રોજ
જીતવાની જીજીવિષા લઈને
હંમેશ અમરત્વ પામું
હું કઈ નથી
હું જ સર્વસ્વ પણ છું
બસ હું જ
મારી પાછળ છું
~ કુણાલ દામોદ્રા
No comments:
Post a Comment