Thursday, 20 October 2016

ગઝલ

આજ દિલમા આશ જો દેખાય છે,
આંખમાં  બસ એક  તું  ડોકાય છે.

વેદનાં   જે   સાલતી   છૂપી મને,
આગમનથી   તુજનાં ભૂલાય  છે.

કોણ   બીજું  તરવરે   મારાં કને,
વિશ્વ   આખું  પ્રીતમાં  દેખાય  છે.

જે   લખી   દાસ્તાન જીવન વિશે,
તું   ભળે  તો મ્હેકથી છલકાય છે.

વાત  કરવી છે તને દર્પણ તણી,
બિંબ  તારું એક ત્યાં મલકાય છે.

તું  કહે  તો  હું લખું ઘટના ઘણી,
આયખું એમાં  જ  જો રેલાય છે.

શુ   કહેશે   આજ   'જ્ન્નત' તને?
હર પળે તારી જ રટણાં થાય છે.

આજ દિલમાં આશ જો દેખાય છે.

જ્ન્નત
પિનલ સતાપરા

No comments:

Post a Comment