મેલું ઘેલું ફળિયું દે
સાવ તૂટેલું નળિયું દે.
દૂર રહું ભારે નજરોથી
એ વું બસ માદળિયું દે.
પરવા કયાં છે ઉંચાઇની
પોચું પોચું તળિયું દે.
ધોધમાર તો માત્ર કલ્પના
હવામાન વાદળિયું દે.
છીનવી લે તમરાનું દળ
અંધારું ઝળહળિયું દે.
છો ને તરસ્યો છું જીવનમાં
મૃત્યું ગંગાજળિયું દે.
------એસ.એસ.રાહી
No comments:
Post a Comment