Thursday, 20 October 2016

ગઝલ

સ્પર્શમાં સ્પંદન તને ક્યારેક જડવું જોઈએ,
શબ્દને કે અર્થને આઘેથી અડવું જોઈએ.

આંખમાં મારી વસાવી દઉં તને હું એ પ્રથમ,
તારે મારી આંખમાં થોડું રખડવું જોઈએ...

દર્દનાં ઘૂંટો ભરી જીવ્યા અમે તો આજીવન,
પી પ્રણયના જામ  બન્નેએ લથડવું જોઈએ..

હૂં શિખર પરથી તળેટીમાં તને પામી શકું,
મારે તાબડતોબ અહીથી ત્યાં ગબડવું જોઈએ..

જોઇએ તો જોઇને આંખો ઠરે એ દૃશ્યથી,
આપણે પણ શિલ્પ માફક સ્વપ્ન ઘડવું જોઈએ.

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment