Thursday, 20 October 2016

ગઝલ

તરહી. ..20-10-16
હાથ આ થાકેને હારે ક્યાં સુધી લખવું કહો
હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો

છે પ્રવાહિત આ કલમ ને હ્રદય ભાવે ભર્યું
અસ્ખલિત લખવું છે મારે ક્યાં સુધી લખવું કહો

લખાણે ભૂલો કરું, છેકું, ભુસું, મથવું સતત
આંખ પણ ટોકે ટપારે ક્યાં સુધી લખવું કહો

સાચવું છું શબદમાં હોવાપણુ તારું સદા
શબ્દસોપાને ચડીને ક્યાં સુધી લખવું કહો

સોળશ્રૃંગારે સજાવું  રે ગઝલ ઊતરો અહા,
આ ટેરવાં લસરી પડે છે ક્યાં સુધી લખવું કહો

   હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment