Monday, 10 October 2016

ગઝલ

જીવ સટોસટ નીકળે એ રીતે ના તોળો.
એવુ લાગે છે મંડરાયો બાજનો ડોળો.

શ્યામલ વર્ણો રંગ અમારો શ્યામ જ રાખો.
રાતો રગડો કરી કરી માથે ના ઢોળો.

રંગ ઉડાડો પણ દાગો લાગે નહીં જોવું
રંગીન અથવા તો કાળો અથવા તો ધોળો.

ક્યોં રસ તમને ગમશે એ બસ હુકમ કરી દો.
ગળચટ્ટો, ખટમીઠો, ખારો-તીખો-મોળો.

 સરખાવો તો આ રીતે સરખાવો અમને
બાજરાનો મીઠો મઢ્ઢો ને  સાથે બોળો.

   --- ધર્મેશ ઉનાગર

No comments:

Post a Comment