Saturday, 22 October 2016

ગઝલ

ભર્યુ જીવન કર્યુ ખાલી  લખી લેજે,
વિરહ રાતો અમે કાપી લખી લેજે.

ગઝલ વરસો પછી આપી લખી લેજે*
વિલંબે બસ અમે છાપી લખી લેજે.

હુઝૂરે  ઈશ્કની  રેખા  નથી  છોને !
હકૂમત  તો  હશે મારી લખી લેજે.

વિસારી ના કદી વિસરાય એ યાદો,
પડે 'એ'  સ્મરણો  ભારી  લખી લેજે.

ફૂલો પણ ઓંસના ડાઘા છૂપાવે છે !
રે'તી ના મ્યાનમાં ડાળી લખી લેજે.

અરે જો હાથ લંબાવો અગર થોડો,
હું યે  આખી નમી જાતી લખી  લેજે.

          "નિશી"

No comments:

Post a Comment