.
હું જાતને મારી નહીં ટોકી શકું,
હું દર્દ મારું ના કદી વ્હેચી શકું.
મેં ડાયરીને એટલે ફેંકી હતી,
હું યાદને ફાડી નહીં ફેંકી શકું.
આવ્યાં હતાં એ આંગણે મળવાં મને,
તાકાત મારી ક્યાં હતી રોકી શકું.
હું એટલો મોટો થયો છું ક્યાં હજી,
મા-બાપની આંખો નહીં વાંચી શકું.
જો મુક્ત થાવું હોય તો જાતાં ભલે,
જાનાર ને હું નહિ કદી રાખી શકું.
અલગોતર રતન ' નિરાશ'
No comments:
Post a Comment