Saturday, 22 October 2016

ગઝલ

જીવ્યો હુ તો ફાનસ જેવું,
હૈયે બળતા માણસ જેવું.

સીધે સીધુ બોલી બેઠો,
શબ્દો કાપે કાનસ જેવું.

ભૂલો મારી સૌને ડંખે,
હોવું જોવે  ફારસ જેવું.

જીવન મારું જાણે લોઢું,
સ્પર્શી જાને પારસ જેવું.

ચાહત મારી ચાતક જેવી,
ચાહી જાને સારસ જેવું.

         હાર્દ

No comments:

Post a Comment