પાંપણોના બંધ દ્વારે કયાં સુધી લખવું, કહો?
હોય એનાથી વધારે કયાં સુધી લખવું, કહો?
જિંદગીની વારતામાં એક ઘટના એમની
એ ન હાજર હોય મારે કયાં સુધી લખવું, કહો?
ટેરવાંનું દર્દ વ્યાપેલા તિમીરો હોલવી
આંખ કોરી, મુક્ત ધારે કયાં સુધી લખવું, કહો?
છેક છેલ્લા શ્વાસ સુધી કે પ્રભુના દ્વારથી
દાદ ભરપુર પામનારે કયાં સુધી લખવું, કહો?
ઘોર ખોદી છે ગઝલની શોખ ખાતર જેમણે
ભૂલ ખુદ પણ ના સુધારે કયાં સુધી લખવું, કહો?
== મંથન ડીસાકર
No comments:
Post a Comment