Thursday, 20 October 2016

ગઝલ

એની યાદોના વિચારે ક્યાં સુધી લખવું કહો?,
હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો?

સારી ને માઠી ખબર બન્ને બજારો માં મળે,
એજ વાતો ના બજારે ક્યાં સુધી લખવું કહો?.

ગમ ભરેલા આંસુ ઓના રોજ હું ઘૂંટડા ભરું,
તારી યાદોના મઝારે ક્યાં સુધી લખવું કહો?.

વાહવાહી સૌ કરે જો દુઃખ ના કિસ્સા લખું,
રોજ પણ દુઃખ ના પ્રહારે ક્યાં સુધી લખવું કહો?.

મિત્ર જેવું આવડે છે, એવુ તું લખતો રહે,
તરહી પંક્તી ના સહારે ક્યાં સુધી લખવું કહો?.

રાકેશ રાઠોડ "મિત્ર"

No comments:

Post a Comment