Thursday, 20 October 2016

ગઝલ

દુઆઓ  સફળ હો, ન બીજું કશુંયે.
ખુદાની મમત હો, ન બીજું કશુંયે.

ઝખમ કોઇ નબળા ન પાળું હવેથી,
દરદની  સમજ હો, ન બીજું કશુંયે.

પડી યાર આદત મને સાવ નોખી,
પ્રથમ જામ ત્રણ હો, ન બીજું કશુંયે.

લખાવે ભલે રોજ નોખું અનોખું,
ગઝલની અદબ હો, ન બીજું કશુંયે.

બધાને 'સહજ' આ ગઝલ પણ ગમી તો,
દુઆઓ  સફળ હો, ન બીજું કશુંયે.

     વિપુલ પંડયા 'સહજ'
       

No comments:

Post a Comment