કાલું-ઘેલું કવતાં શીખ્યા,
લાડ કરીને લવતાં શીખ્યા.
સુખમાં તો ના સ્રવતાં શીખ્યા,
દુ:ખમાં ક્યાંથી દ્રવતાં શીખ્યા?
અશ્રુની પડખે આંખોમાં,
સ્વપ્નોને સાચવતાં શીખ્યા.
બાવળમાં બાંધીને માળો,
કંટકમાં કલરવતાં શીખ્યા.
ઓળખ જેની 'નેતિ નેતિ',
લો , એને વર્ણવતાં શીખ્યા.
દિલના ટુકડે - ટુકડા પાસે,
દિલસોજી દાખવતાં શીખ્યા.
પંચભૂતના પિંડે 'આતુર',
પીડાને પાલવતાં શીખ્યા.
'આતુર'
No comments:
Post a Comment