Thursday, 20 October 2016

ગઝલ

હાથ આ થાકેને હારે ક્યાં સુધી લખવું કહો
હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું કહો

છે પ્રવાહિત આ કલમ ને હ્રદય આ ભાવે ભર્યુ
અસ્ખલિત લખવું અમારે ક્યાં સુધી લખવું કહો

આમ  લખવું  ભુંસવું  ને  ફરી  લખવું  કશું
આંખ પણ ટોકે ટપારે  ક્યાં સુધી લખવું કહો

સાચવું છું શબદમાં હોવાપણુ  એનું  સદા
તોય પણ એના ઈશારે ક્યાં સુધી લખવું કહો

શબ્દસોપાને ચઢાવી, લાડકોડે  પોંખવું
કહો એનાથી વધારે ક્યાં સુધી લખવું  કહો

સોળશ્રૃંગારે સજાવું રે ગઝલ ઊતરો અહા
ટેરવાની તેજ ધારે ક્યાં  સુધી લખવું કહો

હેમા ઠક્કર "મસ્ત"

No comments:

Post a Comment