બે ઘડી મોજ આવે, તો આનંદ ભેળો કરી લે સાધો;
જીંદગીની મહેમાન નવાજી તળેટી જેવી હુંફાળ સાધો.
બંધ મુઠ્ઠીમાં લાવ્યા શું?
શું છોડી જવાના,
ગીરનારી છાતી હોય,તો લાગે ભરમાળ સાધો.
આકાર આપી શકાય જો! કલાકાર હદય હો,
સુખ,દુઃખ,પડતી લાગે
અમસ્તુ ઘટમાળ સાધો.
ભલે ગંગા જેટલી પવિ>।તા ના હોય માનીલો,
શિવાલય નિતર્યાની કરવી
પડે ખાળ સાધો.
ઢોળાવ પરથી આપમેળે ગબડવાનું ચાલું થશે,
માથે દેખાય જ્યાં એક
ધોળો વાળ સાધો.
સાપ ઘેર પરોણો સાપ, મોં ચાટી છૂટા પડ્યા,
સમય પાકે તો ભીતરે લેવી
પડે ભાળ સાધો.
મુકેશ કાનાણી!નાકામ!
No comments:
Post a Comment