મન જુદાં વે'વાર જે છે એ જ છે,
દુન્યવી એ સાર જે છે એ જ છે.
ખોતરી પીડા હદયનાં મૂળથી,
વેદનાંનો ભાર જે છે એ જ છે.
આથમેં- ઊગે ભલે શ્રદ્ધા ઘણી,
ભાગ્યનો આકાર જે છે એ જ છે.
બેહિસાબી પ્રીતની અઢળક પ્રથા,
તૂત આ કરનાર જે છે એ જ છે.
ભાગતાં ફરશે ચહેરા આસુરી,
આશનાં વિસ્તાર જે છે એ જ છે.
સૂપડે ને સૂપડે ઉપણી જફા,
શું કરું ?ઘરબાર જે છે એ જ છે.
કેમ ભૂલી જાય 'જ્ન્નત' દર્દને,
જિંદગી પર વાર જે છે એ જ છે.
-જ્ન્નત
No comments:
Post a Comment