ગીત...
પાંપણના પડદાની પડતાની સાથે, રંગમંચ એનો યોજાયો ,
ઉંઘની દિવાલમા પાડી તિરાડ અને સ્વપ્નનો ચેહરો ડોકાયો.
હ્રદયની માલીપા હતુ એકાંત, તેથી પડતી ના એને ખલેલ,
અને જે પણ ભજવે એ હુ સારુ જ કે'વાનો, મે ક્યા જોયા છે કોઈ ખેલ,
મેલોઘેલો હુ ને એ દેખાવડો, મેળ તોયે ગજબનો રચાયો..
પાંપણના પડદાની પડતાની સાથે, રંગમંચ એનો યોજાયો...
એક દિ' તો આવી હતી એ છોકરી, જેને ધાર્યુ'તુ આપવા મે ફુલ,
પછી ખાલી પેટે કર્યો ખખડાટ અને કીધુ કે કરતો નૈ ભૂલ,
શ્વાસની હવામા ભળી અજવાશ, ત્યારે ઝળહળતો ચેહરો ભુસાયો...
પાંપણના પડદાની પડતાની સાથે, રંગમંચ એનો યોજાયો...
આંખોમા રહે જેનો હંમેશ ઉજાસ, એવુ એક સપનુ શોધુ છુ હુ,
ને સપના થી સીધુ પ્હોચાય તેના સુધી, એવી ટનલ ક્યાક ખોદુ છુ હુ,
ટનલના તળિયામા પડ્યુ એક કાણુ, જ્યાથી આંસુનો દરિયો ભરાયો...
પાંપણના પડદાની પડતાની સાથે, રંગમંચ એનો યોજાયો...
- દિપક મહિડા 'દર્પણ'
No comments:
Post a Comment