ભીતરની પીડા પાંપણ પર કેમ ટકાવી રાખું.
જલ્દી જલ્દી ટપકી પડજો ઓ આંખોના આંસુ.
આખર તારે રીઝાવું પડશે આ નાચિઝ બંદા પર,
નથી લૂંછતો જળ આંખોના લાગ્યું મનને માઠું.
તું બોલ્યા કરતી હો સાંભળવા હું હોઉં અહર્નિશ,
આવી થાય ભણક તો બોલ હવે શું બીજું ભાખું.
મેં આપેલી સઘળી પળ તું પરત કરી શકશે ના,
જીવન ઝેર બન્યું છે દલડું આપી શકશે પાછું ?
મીઠા ઝરણાની ઈચ્છા વણતોષ રહી ગઈ છે તો,
આજ નસીબે ખારો ખારો દરિયો છે તે ચાખું.
નામ 'સહજ' રાખી બેઠાને ખરી થઇ કઠણાઈ,
જૂજ કવિતાથી પરખ્યું ના મારૂં અસલી કાઠું.
-વિપુલ પંડ્યા 'સહજ'.
No comments:
Post a Comment