તારી જેમ મને
વાયદો કરતા આવડતું નથી
વાયદાનો હૂં પાકો છું
એટ્લે વાયદો કરતો નથી.
હા વગર વાયદે
ત્યાં યથા સમયે હું પહોચી જાવ છું.
પણ તું એમ નથી કરતી
એનું કારણ તુ ય વાયદો તો
નિભાવે છે
પણ
ખેતરેથી વળતાં
ચારનો ભારો
માથે મુકી તું
જ્યારે નીકળે છે
વચ્ચે સાપ આડો ઊતરે છે
ને તું રોકાઈ જાય છે
ઘડી બે ઘડી
ને ખોવાઇ જાય છે
વૃક્ષનાં પાંદડામાં
મારી કવિતાઓને ગણગણતી.
-વિનુ બામણીયા"અતીત"
No comments:
Post a Comment