હૈયાંની બારી
કોઇનાં પગરવથી
ધડાધડ કરતી
ઉઘડી,
હજુ કઈ સમજુ એ પહેલાં જ...
કોઇનો પડછાયો
નજરે પડે
ને..
ઓચિંતા એક
ધબકાર ચૂકાયો,
જાણે અગમચેતી.
તબાહી મચાવી ગયેલું
એક ભયંકર તોફાન
ફરી
ખળભળાટ મચાવા આવે
ને આ પડછાયાને
કંઈક કહેવું હશે કદાચ
મને..
પણ શું??
કેવી
અવઢવ અંધારી ઝંખના...
બારી બંધ કરવાનું
વિસરાઈ ગયુ...
બારીમાંથી
અચાનક જ નજર પડી
પેલા
ઝળહળતા દીપક પર..
વિચારી રહી 'તી હું-
શું આને પણ તોફાન નડશે ....!!!!
ત્યાં પવન ની લહેરખી
આશાના દિપકને
પણ ......
ને
ત્યાં જ કોઈ ના
હાથથી દીપક ફરી રોશન થયો.
અચાનક યાદ આવ્યું
આજે,
આજે તો દીવાળી.
એ જુનાં દર્દ,
યાદોના થોથા,
અને ભેગા
થયેલા કચરાનો
કકળાટ કાઢી,
ફરી, આ હૈયાંની બારી
ખુલ્લી મૂકી...
રાહ છે તો કોઇના આગમનની ..
દીપક કોના સહારે ઝળહળશે......!?
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment